 |
ચીટકકામ(પોતાના નામનું) પ્રદર્શિત કરતા ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ |
બાલમેળો એ બાળકેન્દ્રી કાર્યક્રમ છે.
બાલમેળો એ ભાગ લેનાર બાળકો માટે આનંદની યાત્રા છે તથા તેના સર્વાગીણ વિકાસ માટેને એક અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ અલગ દિશાઓ ખુલે છે.જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આરોપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બનીને પાંગરેછે.
 |
ચીટકકામ કરતા ધોરણ-૧ના વિદ્યાર્થીઓ |
|
પ્રવૃત્તિમાં ધ્યાનમગ્ન બાળકો |
બાળમેળાથી બાળકોની ક્રિયાશીલતાને પોષાય,બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય, બાળકોની સામૂહિક ભાવના વિકસે ,બાળકોની સર્જનવૃતિ સંતોષાય, બાળકો અંત:તૃપ્તિ અનુભવે, બાળકોનો આત્મવિશ્વાસ કેળવાય, બાળકોને અભિવ્યક્ત થવાની તક મળે,
બાળમેળાથી બાળકોમાં વ્યવસ્થા,શિસ્ત,સમયપાલન,ચોકસાઈ,સ્વચ્છતા જેવા ગુણો વિકસે.
બાળકોને આનંદથી તરબોળ કરી દેતા તથા તેમની સુષુપ્ત શક્તિઓને જગાડતા આવા બાલમેળાઓ ખુબ જરૂરી છે.
 |
દિવાસળીની પ્રવૃત્તિ પ્રદર્શિત કરતી વિદ્યાર્થીનીઓ |
|
સ્કેચપેનથી કરેલી સુંદર રંગપૂરણી
|
 |
માટીકામનો આનંદ ઉઠાવતા બાળકો |
|
માટીકામમાંથી બનાવેલા નમુના |