ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

26 માર્ચ, 2012

બાલમેળો-૨૦૧૧/૧૨



ચીટકકામ(પોતાના નામનું) પ્રદર્શિત કરતા ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ  

બાલમેળો એ બાળકેન્દ્રી કાર્યક્રમ છે.


 બાલમેળો એ ભાગ લેનાર બાળકો માટે આનંદની યાત્રા છે તથા તેના સર્વાગીણ વિકાસ માટેને એક અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ અલગ દિશાઓ ખુલે છે.જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આરોપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બનીને પાંગરેછે.


ચીટકકામ કરતા ધોરણ-૧ના વિદ્યાર્થીઓ

પ્રવૃત્તિમાં ધ્યાનમગ્ન બાળકો
                                                                                         

                       બાળમેળાથી બાળકોની ક્રિયાશીલતાને પોષાય,બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય, બાળકોની સામૂહિક ભાવના વિકસે ,બાળકોની સર્જનવૃતિ સંતોષાય, બાળકો અંત:તૃપ્તિ અનુભવે, બાળકોનો આત્મવિશ્વાસ કેળવાય, બાળકોને અભિવ્યક્ત થવાની તક મળે,

                      બાળમેળાથી બાળકોમાં વ્યવસ્થા,શિસ્ત,સમયપાલન,ચોકસાઈ,સ્વચ્છતા જેવા ગુણો વિકસે.
                      બાળકોને આનંદથી તરબોળ કરી દેતા તથા તેમની સુષુપ્ત શક્તિઓને જગાડતા આવા બાલમેળાઓ ખુબ જરૂરી છે. 
                     

દિવાસળીની પ્રવૃત્તિ પ્રદર્શિત કરતી  વિદ્યાર્થીનીઓ






           



સ્કેચપેનથી કરેલી સુંદર રંગપૂરણી

                                                                                                         

માટીકામ કરતા બાળકો











માટીકામનો આનંદ ઉઠાવતા બાળકો



માટીકામમાંથી બનાવેલા નમુના