ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

15 ઑગસ્ટ, 2012

આપણો રાષ્ટ્રીય તહેવાર

ઝંડા ઊચા રહે હમારા
દેશભક્તિનો  જોશ નારા સાથે


સ્વાગતગીત કરતી બાળાઓ


"आसमान गिरा" पेस करते कक्षा-५ के छात्र

ઉષ્ટ્રાષન કરતા બાળકો

ચક્રાષન કરતી બાળાઓ

"Do the honky ponky"અભિનય ગીત રજુ કરતી બાળાઓ

ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો

ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો

ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા
ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા


ટિપ્પણીઓ નથી: